પરમપુજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યશ્રીએ તેમના ગુરુશ્રી સર્વેસર્વાનંદજીની આજ્ઞાનુસાર હરીદ્વારમાં શાંતિકુંજ ખાતે ગાયત્રીશક્તિપીઠની સ્થાપના કરી અને સમગ્ર વિશ્વમાં ગાયત્રીશક્તિપીઠોના માધ્યમથી વિશ્વક્રાંતિ અભિયાન ચલાવ્યું અને લોકોમાં સંસ્કારોનું સિંચન પ્રસ્થાપિત કરી આજે સૌ લોકોને ગાયત્રીમંત્ર તથા ગાયત્રી અનુષ્ઠાન કરતા કરી દીધા છે. આવા ગાયત્રી મંત્રની પ્રચંડ તાકાતથી સને ૨૦૦૬ના નવેમ્બરની ૦૩-૦૪-૨૦૦૫ તારીખે કારતક સુદ ૧૩ થી ૧૫ દેવદિવાળીના દિવસો દરમ્યાન "માણસા ગાયત્રી શક્તિપીઠ" નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ સંપન્ન થયો.
માણસા ગાયત્રી શક્તિપીઠના મેનેજીંગ ટ્રસ્ટી "શ્રી પુંજીરામ જીવરામદાસ પટેલ" એ પોતાના જીવનને સજોડે ગાયત્રી શક્તિપીઠને સમર્પિત કરી શક્તિપીઠનો પાયો નાખ્યો અને ૨૪ કલાક જેમના હદયમાં શક્તિપીઠની પ્રવૃતિઓ વહી રહી છે તેવા શ્રી પુંજીરામદાદા હાલ ૭૫ વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે તેવા ઉત્સાહ અને ઝોમથી શક્તિપીઠની સેવા કરી રહ્યા છે. આ પુંજીરામદાદાએ વિજાપુર, માણસા અને મેહસાણા તાલુકાના અનેક ગામોમાં આ શક્તિપીઠની સ્થાપના પૂર્વે ગાયત્રી યજ્ઞ, શાંતિપાઠ, કથાઓ તથા વિવિધ પ્રકારના સોળ સંસ્કારો દ્વારા લોકોનાં હદય જીતી લીધા છે. પરિણામે તેમની પૂર્વ સેવાઓનો પ્રત્યુત્તર દાતાશ્રીઓએ પણ આ શક્તિપીઠના વિકાસ માટે દાન આપેલ છે. એટલે કે માણસા શક્તિપીઠનો વિકાસ એ પુંજીરામદાદાની અખંડ અવિરત સેવાઓનું ફળ છે.
ગાયત્રી શક્તિપીઠ માણસાનો વહીવટ સરળતાથી ચાલે અને સંસ્થાનો વિકાસ નિરંતર થયા કરે તે હેતુથી આ સંસ્થામાં "ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, માણસા" (Reg. No E-1012,Gandhinagar) ની સ્થાપના કરવામાં આવેલ છે. જેના ટ્રસ્ટીઓ નીચે પ્રમાણે છે.
SN | Name | Designation |
---|---|---|
1 | પટેલ પુંજીરામ જીવરામદાસ (આધ સ્થાપક) | મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, ચરાડા |
2 | ડૉ. પટેલ ભીખાભાઈ થોભણદાસ | ટ્રસ્ટીશ્રી, રામપુરા |
3 | પટેલ કાન્તીભાઈ વલ્લભદાસ | ટ્રસ્ટીશ્રી, ચડાસણા |
4 | ચોકસી ગોવિંદભાઈ પ્રહલાદભાઈ | ટ્રસ્ટીશ્રી, જોરણંગ |
5 | પટેલ નારણભાઈ કચરદાસ | ટ્રસ્ટીશ્રી, લીમ્બોદ્રા |
6 | પટેલ મહેન્દ્રભાઈ પુંજીરામ | ટ્રસ્ટીશ્રી, દેવડા |
7 | પટેલ વિષ્ણુભાઈ સોમાભાઈ | ટ્રસ્ટીશ્રી, રિદ્રોલ |
8 | પટેલ જયંતિભાઈ સોમાભાઈ | ટ્રસ્ટીશ્રી, આજોલ |
9 | ડૉ. ચૌધરી યશવંતભાઈ ટી. | ટ્રસ્ટીશ્રી, માણસા |
10 | પટેલ ગોવિંદભાઈ ગોબરદાસ | ટ્રસ્ટીશ્રી, ઉબખલ |
11 | પટેલ પંકજભાઈ મુળજીભાઇ | ટ્રસ્ટીશ્રી, સાયરા, મોડાસા |
Contact below numbers for Admission into School.
90166 97000,90163 97000
Mon - Sat:
7:30 a.m. - 1:00 p.m.(KG 1-2,Std 1,2,3)
7:30 a.m. - 2:00 p.m.(Std 4 to 8)
Closed on Sunday & Public holidays